સરકારે ઉત્તર પ્રદેશમાં જેવર એરપોર્ટ નજીક સેમિકન્ડક્ટર એકમ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, એચસીએલ અને ફોક્સકોનનાં સંયુક્ત સાહસ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ એકમની સ્થાપના કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ પ્લાન્ટ દર મહિને 20 હજાર વેફર્સનાં ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ એકમમાં ત્રણ હજાર 700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, 270 શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો નવા ઉત્પાદનો વિકસાવવા માટે વિશ્વ કક્ષાની નવીનતમ ડિઝાઇન ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે.