સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સારનાથમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રથમવાર પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન વિયેતનામમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ વેસાક 2025 ની ભવ્ય ઉજવણી પ્રસંગે યોજાશે. આ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ફેડરેશનના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. ભગવાન બુદ્ધના અવશેષોને આજે સારનાથના મૂળગંધા કુટી વિહારથી દિલ્હી લાવવામાં આવશે અને પ્રાર્થના અને ધ્યાન માટે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવશે.આવતીકાલે તે અવશેષોને વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુઓના સંરક્ષણ હેઠળ ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં હો ચી મિન્હ સિટી લઈ જવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ફેડરેશનના મહાસચિવ વેન શાર્તસે ખેન્સુર રિનપોચે જંગચુપ ચોડેનના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પ્રદર્શનમાં ભાગ લેશે. પવિત્ર અવશેષોને ત્યાં ઔપચારિક રીતે આદર સાથે રાજ્યાભિષેક કરવામાં આવશે અને બીજી થી આઠમી મે દરમિયાન પૂજા અર્ચના કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:12 એ એમ (AM)
સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સારનાથમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રથમવાર પ્રદર્શન યોજાશે
