ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 16, 2025 7:49 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય પર પુનર્વિચાર કરવા કહ્યું.

ભારતે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. ગુજરાતના ભૂજમાં એરફોર્સ બેઝ પર સૈનિકોને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન આ નાણાકીય સહાયનો મોટો ભાગ આતંકવાદી માળખાકીય સુવિધાઓ સ્થાપવા માટે ઉપયોગ કરશે.
શ્રી સિંહે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દેશ અને વિદેશમાં બધા ભારતીયોને ગર્વ થયો છે.
શ્રી સિંહે કહ્યું કે આ ઓપરેશનથી આતંકવાદ સામે મજબૂત સંદેશ મળ્યો છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ માત્ર દુશ્મન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું નથી પરંતુ તેમનો સફાયો પણ કર્યો છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની કાર્યક્ષમ ભૂમિકાની વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે.
શ્રી સિંહે કહ્યું કે સમગ્ર વિશ્વએ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીઓની તાકાત અને ચોકસાઈ જોઈ છે. આપણી વાયુસેના પાકિસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચવા માટે સક્ષમ છે અને આ ઓપરેશન સિંદૂર દ્વારા સાબિત થયું છે.
ભુજ વાયુસેના મથકે જવાનોને મળ્યા બાદ શ્રી સિંહે વર્ષ 2001ના ભુજ ધરતીકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની પણ મુલાકાત લીધી. શ્રી સિંહે જણાવ્યું, આ સંગ્રહાલય ફક્ત દેશનું જ નહીં પરંતુ વિશ્વનું પણ ગૌરવ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ