સંતોષ ટ્રોફી માટે ગુજરાતની ફૂટબોલની ટીમની જાહેરાત કરવામાં આવી છે.. શિવમ રાજપૂતના નેતૃત્વ હેઠળ 22 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે.. આ વર્ષે 78 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ ફોર સંતોષ ટ્રોફી 38 ટીમો ને 9 ગ્રુપ માં વહેચવામાં આવેલી છે અને દેશમાં 8 રાજ્યો માં અલગ અલગ જગ્યાએ મેચો રમાશે..
ગુજરાત ની ટિમ આઇ ગ્રુપમાં મહારાસ્ટ્ર, દાદરા નાગર હવેલી અને દીવ તથા રાજસ્તાન સાથે છે અને આ ગ્રુપની મેચો જયપુર માં 16 થી 20 નવેબર દરમિયાન રમાશે.. ગુજરાતની પહેલી મેચ 16 તરીખે દાદરા નાગર હવેલી અને દીવ સાથે છે.
Site Admin | નવેમ્બર 13, 2024 7:16 પી એમ(PM)
સંતોષ ટ્રોફી માટે ગુજરાતની ફૂટબોલની ટીમની જાહેરાત કરવામાં આવી
