ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મળ્યું.

આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વૉલીટી એશ્યોરન્સ સર્ટિફિકેટ NQAS મળ્યું છે. સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. NQAS મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 46 આયુષ્માન મંદિરોને NQAS મળ્યા છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે સરકારી આરોગ્ય સેવાઓ પુરી પાડતી જુદી જુદી સંસ્થાઓને NQAS આપવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે NQAS માટે રાષ્ટ્રીય કક્ષાએથી ટીમની નિમણૂક કરવામાં આવે છે, જે નક્કી કરેલા સેન્ટરોની મુલાકાત લઇને જરૂરી મુદ્દાઓની ચકાસણી કરે છે. જેનો મુખ્ય આશય દર્દીઓને ગુણવત્તાસભર સેવાઓ આપવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ