ભારતીય સંરક્ષણ દળોએ ગઈકાલે રાત્રે પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર આવેલા બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ કરવામાં આવેલા ડ્રોન હુમલાઓની શ્રેણીને નિષ્ફળ બનાવી છે. આમાં નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત જોખમો ધરાવતા શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતિપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલકા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લખી નાલાનો સમાવેશ થાય છે. સશસ્ત્ર ડ્રોન દ્વારા પંજાબના સરહદી જિલ્લાઓ, જેમાં ફિરોઝપુર, અમૃતસર અને પઠાણકોટનો સમાવેશ થાય છે, પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સંરક્ષણ દળોએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
Site Admin | મે 10, 2025 2:17 પી એમ(PM)
શ્રીનગરથી છાલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાના પાકિસ્તાનના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો
