શ્રમ અને રોજગાર મંત્રાલયે રાષ્ટ્રીય કારકિર્દી સેવા -NCS પોર્ટલ પર નોંધાયેલા નોકરી શોધનારાઓ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા.
આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, આ કરારથી દર વર્ષે NCS માં 1.25 લાખ આંતરરાષ્ટ્રીય ખાલી જગ્યાઓ અને 10 લાખથી વધુ સ્થાનિક ખાલી જગ્યાઓ વિશે માહિતી મળવાની અપેક્ષા છે. તેમણે એમ પણ કહ્યું કે, 40 લાખથી વધુ નોકરીદાતાઓ નોંધાયેલા છે. આ પોર્ટલે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 4.40 કરોડથી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં મદદ કરી છે. ડૉ.માંડવિયાએ યુવાનોને આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવવા અને ઉપલબ્ધ કારકિર્દી તકોનો લાભ લેવા વિનંતી કરી.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 2:35 પી એમ(PM) | શ્રમ અને રોજગાર મંત્રાલય
શ્રમ અને રોજગાર મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા
