રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે, શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી છે. બઠિંડામાં વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહમાં તેમણે જણાવ્યું કે, નૈતિકતા જ સાર્થકજીવનની આધારશીલા છે.
સુશ્રી મુર્મૂ આજે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.