જાન્યુઆરી 20, 2025 1:52 પી એમ(PM) | WEF

printer

વિશ્વ આર્થિક મંચ-WEF ની 55મી વાર્ષિક બેઠક આજથી સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં શરૂ થશે

વિશ્વ આર્થિક મંચ-WEF ની 55મી વાર્ષિક બેઠક આજથી સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં શરૂ થશે. પાંચ દિવસની આ બેઠકમાં સમાવેશી વૃધ્ધિ અને ડિજિટલ ક્રાંતિનાં ભારતનાં મોડેલને રજૂ કરાશે.ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરી કરશે.