સંસદનુ શિયાળુ સત્રનો આજથી આરંભ થયો હતો. સવારે અગિયાર વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થઇ હતી. સત્રના પહેલા દિવસને પરંપરા અનુસાર બે વર્તમાન લોકસભાના સાંસદ અને ત્રણ પૂર્વ સાંસદોના નિધન પર શોક ઠરાવ પસાર કરીને સદગત સભ્યોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી અને ગૃહની કામગીરી બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે બપોરના બાર વાગ્યે ગૃહની કામગીરીનો પ્રારંભ થતા જ વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો જેને કારણે અધ્યક્ષે ગૃહની કામગીરી 27મી નવેમ્બરને બુધવાર સવારે અગિયાર વાગ્યા સુધી મુલતવી રાખી દીધી હતી.
આવતીકાલે બંધારણ દિવસના ઉપલક્ષ્યમાં સંસદમાં વિવિધ કાર્યક્રમોને કારણે આવતીકાલે ગૃહની કામગીરી થશે નહીં.
Site Admin | નવેમ્બર 25, 2024 2:31 પી એમ(PM)
વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી મોકૂફ
