ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 2:29 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઉત્તર આયર્લેન્ડના બેલફાસ્ટમાં ગઇકાલે ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઉત્તર આયર્લેન્ડના બેલફાસ્ટમાં ગઇકાલે ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, આ દૂતાવાસ વેપાર, ટેક્નોલૉજી, વ્યવસાય અને શિક્ષણમાં વધુ દ્વિપક્ષી સહયોગ વધારવા મદદ કરશે. શ્રી જયશંકર ઉત્તર આયર્લેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર, એમ્મા લિટલ પેંગેલી અને જૂનિયર મિનિસ્ટર આઈસલિંગ રેલીને પણ મળ્યા હતા અને ભારતીય દૂતાવાસની સ્થાપનામાં સહયોગ બદલ તેમનો આભાર માન્યો હતો.
શ્રી જયશંકરે કૌશલ્ય, સાયબર, ટૅક, સર્જનાત્મક ઉદ્યોગો અને ઉત્પાદનમાં ઉત્તર આયર્લેન્ડ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું, ગુજરાતના ગિફ્ટ સિટીમાં તેમનું આગામી કેમ્પસ શિક્ષણમાં ભારત-યુકે સંબંધોની સંભાવનાનું ઉદાહરણ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ