ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 2, 2024 7:47 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતા સામૂહિક અભિગમની માંગ કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતાસામૂહિક અભિગમની માંગ કરી છે વિશ્વ અનેક સ્તરે જટિલ પડકારોનો સામનો કરી રહ્યુંછે.ત્યારે  નવી દિલ્હીમાં CII ભાગીદારી પરિષદમાં સભાને સંબોધતા, વૈશ્વિકઅર્થતંત્રમાં ચાલી રહેલા પરિવર્તન તરફ ધ્યાન દોર્યું અને ભાર મૂક્યો કે આ પડકારોનોસામનો કરવા માટે માત્ર વ્યક્તિગત રાષ્ટ્રીય પ્રયત્નો કરતાં વધુ જરૂરી છે.. યુક્રેન સંઘર્ષ, અમેરિકા -ચીન ઘર્ષણ અને વૈશ્વિક દક્ષિણમાંફુગાવો, દેવું અને ચલણના મુદ્દાઓનો ઉલ્લેખ કરતા, ડૉ. જયશંકરે વધુ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. ડૉ. જયશંકરે ભારત અનેઅમેરિકા વચ્ચે વધતા વ્યૂહાત્મક સંકલન પર પણ પ્રકાશ પાડ્યો, તેમણેકહ્યું કે  બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો સમય જતાં ગાઢબન્યા છે, જેનાથી સહકાર માટે વધુ માર્ગો ઊભા થયા છે.  જેમ જેમ ભારત વૈશ્વિક સ્તરે તેના આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબધો મજબૂત કરવાનું ચાલુ રાખે છે, ડૉ. જયશંકરે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની અપીલને વધારવા માટે દેશનીઉત્પાદન ક્ષમતાઓને વિસ્તૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. છે  ડૉ. જયશંકરે વૈશ્વિક પુરવઠા શૃંખલા, ટેકનોલોજી વિકાસ અને ઔદ્યોગિક સંસ્કૃતિમાં ભારતની વધતી ભૂમિકાનાવ્યૂહાત્મક મહત્વની રૂપરેખા આપી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ