વિજાપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યાં છે. મગફળીની 6 હજાર કરતા વધુ બોરીની આવકે થઇ છે. જેનો 20 કિલોનો ભાવ એક હજાર 100 થી એક હજાર 388 સુધીનો રહ્યો છે. કપાસની 7 હજાર મણથી વધુ આવક થઇ છે, જેનો ભાવ એક હજાર 300 થી એક હજાર 552 સુધીનો ભાવ રહ્યો હતો. માર્કેટ યાર્ડના ચેરમેન કાંતિ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકના સારા ભાવ મળી રહ્યાં છે, તેથી આજુબાજુના વિસ્તારના ખેડૂતો પણ વેચાણ માટે મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.
Site Admin | નવેમ્બર 9, 2024 2:47 પી એમ(PM)
વિજાપુર APMCમાં કપાસની 7 હજાર મણથી વધુ આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ
