ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા GCCI પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું છે. અમદાવાદમાં ગુજરાત વેપારી મહામંડળ GCCI ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘ગેટ 2025’નો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSMEથી સ્ટાર્ટ અપ સુધીના દરેક ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ્પોની મુલાકાત લઈને વેપાર પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સ્થાપવામાં GCCIનું મહત્વનું યોગદાન છે. GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું, ‘વિઝન ૨૦૪૭’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં GCCI પ્રતિબદ્ધ છે. તેમણે સંસ્થાની વ્યૂહરચનાઓ, કામગીરી અને ટ્રેડ એક્સ્પો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ ત્રિદિવસીય ટ્રેડ એક્સ્પોમાં વેપાર ઉદ્યોગોમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને આર્થિક વિકાસના ધ્યેયમંત્રને સાકાર કરતા વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન્સ સહિત ૩૦૦થી વધુ વેપાર ઉદ્યોગોને સમાવતું પ્રદર્શન યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ