વલસાડમાં 263 પોલીસકર્મીઓને ડિજિટલ ફોરેન્સિક અને સાઇબર તપાસની તાલીમ અપાઇ.
અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યાં પ્રમાણે વલસાડના મોંઘાંભાઈ હોલમાં સાઇબર ક્રાઇમ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ, સુરત અને નવસારી જિલ્લાના 263 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં ટેક્નિકલ નિષ્ણાતોએ ઓનલાઈન ફ્રોડ આચરનારાઓને પકડવાની વિવિધ પદ્ધતિઓની માહિતી આપી હતી. તેમાં ડિજિટલ ફોરેન્સિક,ડેટા એનાલિસિસ અને ડિજિટલ ફુટપ્રિન્ટ્સનો ઉપયોગ કરી સાઇબર ક્રાઇમની તપાસ કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુરત વિભાગે પોલીસને સાઇબર ક્રાઇમની તપાસમાં વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવા ભવિષ્યમાં પણ આવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં સુરત, વલસાડ અને નવસારીના પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | માર્ચ 15, 2025 2:33 પી એમ(PM)
વલસાડમાં 263 પોલીસકર્મીઓને ડિજિટલ ફોરેન્સિક અને સાઇબર તપાસની તાલીમ અપાઇ.
