ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 6, 2025 5:45 પી એમ(PM)

printer

વલસાડના ઉમરગામ ખાતે ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોળાસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે વલસાડના ઉમરગામ ખાતે ૨ કરોડ ૪૫ લાખના ખર્ચે નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોળાસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું. આનાથી ઉમરગામના લોકોને વધુ સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે પહેલાંના સમયની તુલનાએ આજે ખેતીવાડી ક્નેક્શન ૩ થી ૪ મહિનામાં જ મળી રહે છે.તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ૩ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ