ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 21, 2025 7:36 પી એમ(PM)

printer

વડનગરમાં રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી – 2 હજાર 121 યોગ સાધકોએ ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે યોગની પ્રાચીન પરંપરા જનઆંદોલન બનીને વિકસિત ભારત માટે વિકસિત સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે.

આજે વિશ્વ યોગ દિવસે રાજ્યમાં નવો કિર્તીમાન પ્રસ્થાપિત થયો હતો. શર્મિષ્ઠા તળાવ ખાતે બે હજાર 121 યોગ સાધકોએ એક સાથે ભુજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે.
આ યોગ દિવસની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ રાજપુત તેમજ યોગ સાધકો સાથે સામૂહિક યોગમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ ખાતેથી દેશવાસીઓને આપેલા સંદેશનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ” અને ” મેદસ્વિતા મુક્ત સ્વસ્થ ગુજરાત”નો ધ્યેય સાકાર કરવા રાજ્યભરમાં અંદાજે કુલ દોઢ કરોડ લોકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ