લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ- MSME ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25 ટકાથી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 21 લાખ 81 હજાર કરતાં વધુ એકમોના ઉદ્યમ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં 20 લાખ 89 હજાર લાખથથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો, 84 હજારથી વધુ લઘુ ઉદ્યોગો તેમજ આઠ હજાર 700થી વધુ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 47 હજારથી વધુ MSME એકમોને બે હજાર 89 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય દેશના ઉત્પાદનમાં 16 ટકા, જીડીપીમાં 8.6 ટકા અને 26 ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત, દેશની કુલ નિકાસમાં ગુજરાત 30 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે. રાજ્યના વિકાસમાં MSME એકમોનો 40 ટકાથી વધુ ફાળો છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 3:21 પી એમ(PM)
MSME ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે
