ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 21, 2025 7:47 પી એમ(PM)

printer

રોમન કેથોલિક ચર્ચના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું અવસાન –પ્રધાનમંત્રી સહિત વિશ્વના અગ્રણી નેતાઓએ શ્રદ્ધાંજલી અર્પી.  

રોમનકેથોલિક ચર્ચના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું આજે વેટિકન સિટીમાં અવસાન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતા. પોપ ફ્રાન્સિસ પહેલા લેટિનઅમેરિકન પોપ હતા અને પોપ બનનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા.  પોપ ફ્રાન્સિસના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સહિત વિશ્વભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસનાનિધન પર શોક વ્યક્ત કર્યો છે અને વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્તકરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે પોપ ફ્રાન્સિસનેવિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે. યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને,. યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષકાજા કલ્લાટાસે , જર્મનચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે, બ્રિટિનના પ્રધાનમંત્રી  કીર સ્ટોમર,  ઇટાલીના પ્રધાનમંત્રી  મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સહિત વિશ્વના અનેક નેતાઓએ શ્રદ્ધાંજલી આપી છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન અનેમુખ્યમંત્રી એન. રંગાસ્વામીએ પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ