ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 4, 2024 9:29 એ એમ (AM)

printer

રેશનકાર્ડમાં My Ration મોબાઈલ એપ્લિકેશનની મદદથી e – KYC કરાવવું સરળ બન્યું

રેશનકાર્ડમાં My Ration મોબાઈલ એપ્લિકેશનની મદદથી e – KYC કરાવવું સરળ બન્યું છે. રેશનકાર્ડ ધારકો જાતે જ ઘરે બેઠા જ પોતાનાં પરિવારનું e – KYC કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે..
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ – કે.વાય.સી. કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે. e – KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો માત્ર આપવાની રહે છે. e – KYC માટે કોઈપણ દસ્તાવેજની કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી.
આ કામગીરીને કારણે સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે અને બચત થશે. ઓનલાઈન એપ્લિકેશનનાં માધ્યમથી ઈ – કે.વાય.સી. કરાવવાની પ્રક્રિયા સરળ છે. રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ