રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે તેના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ બેંગલુરુમાં સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક બાદ જણાવ્યું હતું કે આ પ્રસંગે કોઈ ઔપચારિક ઉજવણી થશે નહીં પરંતુ વિજયાદશમી પર અનેક આઉટરીચ કાર્યક્રમો કરવામાં આવશે.
ઔરંગઝેબ વિવાદ અંગે શ્રી હોસબોલેએ કહ્યું કે ઔરંગઝેબ ભારતીય નૈતિકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. બીજા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ધર્મ આધારિત અનામત ગેરબંધારણીય છે અને તેને અનેક અદાલતોમાં રદ કરવામાં આવી છે. શ્રી હોસબોલેએ જણાવ્યું હતું કે આજે સભામાં સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના શહીદ દિવસ પર તેમજ પોર્ટુગીઝ સામે લડનાર ઉલ્લાલની રાણી અબ્બક્કાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે કર્ણાટકમાં તેમની 500મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.