ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 9:58 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકાનાં રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકાનાં રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ, તુલસી ગબાર્ડે શ્રી ડોભાલ સાથે ભારત અને અમેરિકાના સંબંધોના અનેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તુલસી ગબાર્ડ પોતાનાં બહુ-રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ભારત આવ્યાં છે.
શ્રીમતી ગબાર્ડે કહ્યું હતું કે, તેઓ જાપાન, થાઈલૅન્ડ અને ભારત જશે તેમ જ ફ્રાન્સમાં થોડા સમય માટે રોકાશે. ટ્રમ્પ તંત્રનાં ટોચનાં અધિકારી તરીકે આ શ્રીમતી ગબાર્ડનો બીજો આંતર-રાષ્ટ્રીય પ્રવાસ છે. ગત મહિને તેઓ મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની ગયાં હતાં.
તેમના પ્રવાસનો એશિયા તબક્કો મંગળવારે દિલ્હીમાં સુરક્ષા અધિકારીઓના બહુ-રાષ્ટ્રીય સંમેલન, રાયસીના સંવાદમાં તેમનાં સંબોધન સાથે પૂર્ણ થશે. તેમને રાયસીના સંવાદ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ