ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 8:31 એ એમ (AM) | રાષ્ટ્રીય પોષણ માસ

printer

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે, ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રમાં એનિમિયા પર આધારિત પ્રવૃત્તિઓ, ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના નદીસર ગામમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત મિલેટમાંથી બનાવેલી વાનગીઓ દ્વારા ગ્રામજનોને પોષણયુક્ત ખોરાક અંગેની સમજ આપવામાં આવી હતી. આ સાથે બાળશક્તિ, માતૃશક્તિનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો.
વડોદરામાં આર્યુવેદ શાખા દ્વારા પોષણ કક્કો, પોષણની ABCD તેમજ પોષણ માસની ઉજવણીની પાંચ વિષયવસ્તુ પર આધારિત ધ્વજનું અનાવરણ કરાયું હતું..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ