રાષ્ટ્રીય તબીબી વિજ્ઞાન પરીક્ષા બોર્ડ -NBEMS એ રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા-NEET-PG 2025 મોકૂફ રાખી છે, જે અગાઉ આ મહિનાની 15મી તારીખે યોજાવાની હતી. સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરીને, NBEMS એ
NEET-PG 2025 એક જ શિફ્ટમાં લેવાનો નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું કે, વધુ પરીક્ષા કેન્દ્રો અને જરૂરી માળખાગત સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. NEET-PG ની પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.
Site Admin | જૂન 3, 2025 9:55 એ એમ (AM)
રાષ્ટ્રીય તબીબી વિજ્ઞાન પરીક્ષા બોર્ડ -NBEMS એ રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા-NEET-PG 2025 મોકૂફ રાખી
