રાજ્યમાં ભારે વરસાદને પગલે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસથી દૈનિક સરેરાશ છ કરોડ વીજ એકમનો વપરાશ ઘટ્યો છે, જે આ ચોમાસાની સીઝનમાં પ્રથમ વાર છે.
સરકારી વીજ ઉત્પાદન અને વિતરણ કંપનીઓનાં સંકલિત અહેવાલ પ્રમાણે ગૂરૂવારે સવારની સ્થિતિએ વીતેલા પાંચ દિવસમાં ઔદ્યોગિક હેતુસર વીજ વપરાશમાં બે કરોડ યુનિટની માંગ ઘટી છે. ભારે વરસાદ પહેલાં ઔદ્યોગિક હેતુ માટે દૈનિક 16થી 17 કરોડ વીજ યુનિટનો વપરાશ હતો, જે ઘટીને 13થી 14 કરોડ થયો છે. શહેરોમાં દૈનિક સરેરાશ વપરાશ પાંચથી છ કરોડ હતો જેમાં એક કરોડ યુનિટનો ઘટાડો થયો છે. હાલમાં શહેરોમાં ચારથી પાંચ કરોડ યુનિટનો વપરાશ છે.
Site Admin | ઓગસ્ટ 30, 2024 10:36 એ એમ (AM)
રાજ્યમાં ભારે વરસાદને પગલે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે
