ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 16, 2025 7:40 પી એમ(PM)

printer

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ 30 હજાર જેટલા MSMEને 7 હજાર 864 કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાઈ

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે એક લાખ 30 હજાર જેટલા સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો-MSMEને 7 હજાર 864 કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાઈ છે. ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

રાજ્યમાં અંદાજે 89 હજાર કરતાં વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને 59 હજાર કરતાં વધુ ZED-પ્રમાણિત MSME નોંધાયા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા અને જાગૃતિ ફેલાવવા માટે 5 એપ્રિલથી 29 મે દરમિયાન તમામ જિલ્લાઓમાં ‘ગુણવત્તા યાત્રા’નું આયોજન કરાયું. 18 જિલ્લાઓમાં આ યાત્રા સંપન્ન થઇ ચૂકી છે. વિલંબિત ચૂકવણી માટેના કેસોનો ઝડપી નિકાલ કરવા અને સ્થાનિક સ્તરે વિવાદ નિવારણ કરવા માટે રાજ્ય સરકારે વર્ષ 2023-24માં નવી પાંચ અને તાજેતરમાં કચ્છમાં છઠ્ઠી એમ કુલ છ પ્રાદેશિક સુક્ષ્મ, લઘુ ઉદ્યોગ સુવિધા પરિષદ-MSEFC કાઉન્સિલની સ્થાપના કરી છે. જેમાં એક હજાર 81 કેસોનો નિકાલ કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ