ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 20, 2025 8:42 એ એમ (AM)

printer

રાજ્યમાં આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ગઈકાલે સવારે છ-થી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાંત ઈંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં વરસ્યો છે. જ્યારે વલસાડના પારડી, કપરાડા, ધરમપુર, ઉમરગામ, નવસારીના ખેરગામ અને ભરૂચના હાંસોટમાં ચારથી સવા પાંચ ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે.ભાવનગરના ભાલ વિસ્તારના અસરગ્રસ્ત ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં વરસાદી પાણીના નિરાકરણ લાવવા તાત્કાલિક અને લાંબા ગાળા માટે લેવાનારા પગલાં અને સમસ્યાઓના કાયમી નિકાલ અંગે સુશ્રી બાંભણિયાએ માર્ગદર્શન આપ્યું. રાજકોટ જિલ્લામાં 22 જૂન સુધી મધ્યથી ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 28થી 30 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ