રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. તેમજ મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.
દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે, સવારે 10 મિનિટ સુધી વરસાદ થતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જોકે, વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી, ભુજ, અમરેલી, ડીસા અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી અને તેનાથી ઓછો રહ્યો છે.
Site Admin | એપ્રિલ 26, 2025 3:04 પી એમ(PM)
રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં
