રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના રોગચાળાને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 163 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાઠાં અને પંચમહાલમાં 16-16 કેસ નોંધાયેલા છે.જ્યારે અત્યાર સુધીમાં પરિક્ષણ માટે મોકલી અપાયેલા શંકાસ્પદ કેસમાંથી 60 કેસ પોઝિટીવ મળેલા છે. ચાંદીપુરા વાઇરસની હાલમાં વિવિધ હોસ્પિટલોમાં છ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને સાજા થયેલા 84 દર્દીઓને રજા અપાઇ છે. આ ઉપરાંત 73 દર્દીઓના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા દવાનો છંટકાવ, કાચા મકાનોમાં ડસ્ટીંગ અને જ્યાં કેસ મળી આવ્યાં છે તેની આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 8:41 એ એમ (AM)
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના રોગચાળાને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
