રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત બનાવાઇ છે. જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિર્દેશ આપ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ તેમણે જણાવ્યું છે. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવા તથા વિદ્યાર્થીઓ-પોલીસ વચ્ચે સેતુ બંધાય તે ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવાયો છે.
Site Admin | મે 30, 2025 7:44 પી એમ(PM)
રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત
