ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 29, 2025 9:57 એ એમ (AM)

printer

રાજ્યની ઉભરતી ક્રિકેટની યુવાન પ્રતિભાઓને પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે 31મી મેથી અમદાવાદમાં ક્રિકેટ પ્રમીયર લીગ યોજાશે

ક્રિકેટ પ્રીમિયમ લીગની બીજી આવૃત્તિ અમદાવાદના એસજીવીપી ગ્રાઉન્ડ્સ ખાતે 31 મેથી 14 જૂન, 2025 દરમિયાન યોજાશે. ટોચના રણજી ટ્રોફી ખેલાડીઓ અને ઉભરી રહેલી સ્થાનિક પ્રતિભાઓને એક સંરચિત, સ્પર્ધાત્મક પ્લેટફૉર્મ પૂરું પાડીને ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના પરિદ્રશ્યને નવા સ્તરે લઈ જવાના આશય સાથે ક્રિકેટ પ્રીમિયમ લીગ યોજાશે. વર્ષ 2025ની સીઝનમાં 6 ટીમોને સામેલ કરવામાં આવી છે, જેમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સહયોગથી યોજાનારા આ ટૂર્નામેન્ટ હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરોઝ વચ્ચેની મેચથી થશે…

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ