રાજ્યની આઠ હજાર 326 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 22 જૂને યોજાનારી છે. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે ચૂંટણી માટેનું વિધિવત જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે. આ જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ ઉમેદવારી પત્રક ભરવાની મુદત પણ શરૂ થશે. કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન છે. ફોર્મ ચકાસણી 10મી જૂન અને ફોર્મ પરત ખેંચવાની મુદત 11મી જૂન જાહેર થઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે 22મી જૂનના રોજ ઉક્ત તમામ ચૂંટણી માટે મતદાન થશે, જેની મતગણતરી 25 મી જૂનના રોજ થશે.
Site Admin | જૂન 2, 2025 9:29 એ એમ (AM)
રાજ્યની 8 હજાર 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે જાહેરનામુ પ્રસિધ્ધ થશે
