ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 28, 2025 9:22 એ એમ (AM)

printer

રાજ્યના વિવિધ જિલ્લામાંથી 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાત કરવામાં આવી. વલસાડ જિલ્લા પોલીસે ગઈકાલે વિવિધ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરી 383 જેટલા શંકાસ્પદ લોકોને પકડી પૂછપરછ હાથ ધરી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી.દરમિયાન વડોદરા રેલવે મથક પરથી ગઈકાલે પાંચ બાંગ્લાદેશી નાગરિક પકડાયા હતા. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જ્યોતિ વસાવાએ માહિતી આપી.બીજી તરફ, અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગઈકાલે સાંજે ઓળખ તપાસ માટે 536 બાંગ્લાદેશી શંકાસ્પદોની અટકાયત કરી છે. તો વડોદરા પોલીસે બાપોદના એકતાનગર વિસ્તારમાં સતત બીજા દિવસે તપાસ અભિયાન હાથ ધર્યું. ઉપરાંત શંકાસ્પદ બાંગ્લાદેશી 200 પુરુષ અને 100 મહિલાને ચકાસણી માટે બાપોદ પોલીસ મથક લવાયાં હતાં.ભરૂચમાં પણ સ્થાનિક ગુનાશાખા અને S.O.G. પોલીસે 29 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી. અંદાજે 150 શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે જિલ્લા પોલીસના મુખ્યમથક ખાતે લવાયા હતા.જ્યારે નવસારીના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, બીલીમોરા અને ખેરગામમાં તેમજ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગઇકાલે શંકાસ્પદ નાગરિકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ