રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ – કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 3 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 1 નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, 1 મતદાર નોંધણી અધિકારી, 1 મદદનીશ મતદાર નોંધણી અધિકારી, 21 બુથ લેવલ ઑફિસર્સ, સ્પેશ્યલ કેટેગરીમાં 03 તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના 6 અધિકારી-કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મહેસાણાના કલેકટર એમ.નાગરાજનને રાજ્યપાલના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેનો એવોર્ડ એનાયત કરાયો.
આ ઉપરાંત યુથ વોટર ફેસ્ટિવલ-2024માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર 10 સ્પર્ધકોને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 25, 2025 7:37 પી એમ(PM)
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ
