રાજ્યના યુવાનોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા અમદાવાદમાં આઈ-ફેક્ટરી લૅબ શરૂ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, કૌશલ્ય- ધી સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઈન્ડસ્ટ્રી ફોર પૉઈન્ટ ઑ જેવી ઉભરતી ટૅક્નોલોજી અંગે યુવાનોને તાલીમ આપવા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા- I.T.I. ખાતે આ લૅબ શરૂ કરવામાં આવી છે.ઉદ્યોગ મંત્રાલયના સહકારથી શરૂ કરાયેલી લૅબના માધ્યમથી વિવિધ અભ્યાસક્રમ દ્વારા યુવાનોને રૉબોટિક્સ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ – I.O.T., ડૅટા ઍનાલિટિક્સ અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવી ઈન્ડસ્ટ્રી ફૉર પૉઈન્ટ ઑ ટૅકનોલૉજીની તાલીમ અપાશે.ઉપરાંત લૅબમાં પ્રૉડક્ટના ઑર્ડરથી લઈ તેની ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા ઑટોમેટિક થાય તે માટેની ટૅક્નોલૉજીની તાલીમ અપાશે. તેનાથી ઉદ્યોગોમાં કાર્યરત્ માનવબળ આ નવિન ટેક્નોલૉજીથી માહિતગાર થશે.
Site Admin | મે 13, 2025 9:03 એ એમ (AM)
રાજ્યના યુવાનોને ભવિષ્ય માટે તૈયાર બનાવવા અમદાવાદમાં આઈ-ફેક્ટરી લૅબ શરૂ કરવામાં આવી
