રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.. નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તહેવારોમાં પણ ફરજ પર તૈનાત રહેતા પોલીસ જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી પરિવારના સભ્યોને મીઠાઈ વહેંચી હતી..
પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રસંશાપત્ર આપી વિકાસ સહાયે તેમની સેવાને બિરદાવી હતી. વડોદરા જીલ્લા હેડક્વાર્ટરના બેડમીન્ટન કોર્ટ, નેત્રમ કમાન્ડ એન્ડ કંટોલ રૂમ તેમજ આંગણવાડીની મુલાકાત લઈ ડીજીપીએ આંગણવાડીના ભૂલકાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
Site Admin | નવેમ્બર 1, 2024 8:28 એ એમ (AM) | દિવાળીની ઉજવણી
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
