રાજ્યના પંચાયત હસ્તકનાં વર્ગ ત્રણનાં આરોગ્ય કર્મચારીઓએ તેમનાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘે જણાવ્યું છે કે, ટેકનિકલ ગ્રેડ-પે સહિતનાં મુદ્દાનો ઉકેલ ન આવતા તાજેતરમાં ગાંધીનગર સહિતનાં જિલ્લાનાં આરોગ્ય કર્મચારીઓએ સામૂહિક રજા પર ઉતરીને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. જોકે કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા આજથી કામથી અળગા રહેવાની જાહેરાત કરાઈ છે
Site Admin | માર્ચ 17, 2025 7:16 એ એમ (AM)
રાજ્યના પંચાયત હસ્તકનાં વર્ગ ત્રણનાં આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર
