ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM) | જીએસટી

printer

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.સત્તાવાર યાદી મુજબ, જીએસટી વિભાગે 11 ડિસેમ્બરે ગ્રાહકોને ડિઝાઈનર ડ્રેસ સૂટ અને અન્ય સાધનો સહિત લગ્નના વસ્ત્રો ભાડે આપવાના વેપાર સાથે સંકળાયેલા કુલ 43 વેપારીઓની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.
રાજ્યના નવ શહેરમાં હાથ ધરાયેલા તપાસ અભિયાન દરમિયાન અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાની વેરાચોરી અને અંદાજે 8 કરોડ 50 લાખ રૂપિયાની જવાબદારી શોધી કાઢવામાં આવી હતી. તેમજ બિન-હિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ પણ જાણવા મળી હતી.