ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2024 7:40 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43 કરોડ 50 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી

રાજ્ય સરકારે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43 કરોડ 50 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. આના કારણે ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું વધુ સરળ બનશે.
ગીર અભયારણ્યમાં અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે આવનારા પ્રવાસીઓ સાસણ ગીર જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. તેમ જ જુનાગઢથી ગીર સોમનાથને જોડતો આ માર્ગ પ્રવાસીઓને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને જવા માટેનો પણ મહત્વપૂર્ણ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ