ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 16, 2025 9:59 એ એમ (AM)

printer

રાજ્ય સરકાર બહેરાશ ધરાવતા બાળકોને કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજીવાર નિ:શુલ્ક લગાવી આપશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 100 બાળકોને કોકલીયાર ઈમ્પ્લાન્ટ અને એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ કર્યું. શ્રી પટેલે જણાવ્યું કે, જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કોકલીયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિ:શુલ્ક લગાવી આપવામાં આવે છે.કુલ 220 બાળકોને, રૂપિયા અઢી લાખનું એક એવા આ મશીનનું બીજીવાર ફીટીંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે. બાકી રહેલા 120 બાળકોના પણ પ્રોસેસર ઈમ્પ્લાન્ટ ટુંક સમયમાં નવા બદલી આપવામાં આવશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.રાજ્ય સરકારે એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર બગડ્યું હોય કે ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં આ મશીન ફરીથી નિ:શુલ્ક લગાવી આપવાનો નિર્ણય કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ