રાજ્ય પોલીસે શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા શરૂ કરેલ પ્રૉજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં પાંચ હજાર 529 ગુના નોંધ્યા છે. સત્તાવાર યાદી મુજબ, ગત 16 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા આ પ્રૉજેક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસમથક વિસ્તારમાં ‘ઇવનિંગ પોલિસિંગ’ પર વિશેષ ભાર મુકાયો છે. 24 એપ્રિલ સુધી સાંજે છ વાગ્યાથી 12 વાગ્યાના સમયગાળામાં રાજ્ય પોલીસે સૌથી વધુ ગુના દાખલ કર્યા છે.
ગુજરાત પોલીસે ઈ-ગુજકૉપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હૉટસ્પૉટ ચિહ્નિત કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી 25 ટકા ગુનાઓ આ ચાર મહાનગરોમાં અને તેમાંથી 45 ટકા ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં બન્યા છે.
Site Admin | એપ્રિલ 26, 2025 7:12 પી એમ(PM)
રાજ્ય પોલીસે ‘શસ્ત્ર’ પ્રૉજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં પાંચ હજાર 529 ગુના નોંધ્યા.
