ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 16, 2024 8:55 એ એમ (AM)

printer

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ક્ષમતા કરતા વધુ લોકોને લઈ જતી જીપ રોન્ગ સાઈડ પર આવી રહી હતી. ત્યારે ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.
સિરોહી જિલ્લા પોલીસ વડા અનિલ કુમારે કહ્યું, અકસ્માતની જાણ થતાં જ પોલીસે અહીં પહોંચી ઇજાગ્રસ્તોને નજીકના હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જીપમાં 27 જેટલા લોકો સવાર હતા. આ તમામ ઉદયપુર જિલ્લાના ઉગ્નસાગરના રહેવાસી છે અને પાલીના નાકોડા મંદિર જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ