ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 14, 2025 7:14 પી એમ(PM)

printer

રાજકોટની ચાર નગરપાલિકાની ટ્રાફિક બ્રિગેડમાં 23 ઉમેદવારની માનદ સેવક તરીકે ભરતી કરાશે

રાજકોટની ચાર નગરપાલિકાની ટ્રાફિક બ્રિગેડમાં 23 ઉમેદવારની માનદ સેવક તરીકે ભરતી કરાશે. ગોંડલ નગરપાલિકામાં 8, જેતપુર નગરપાલિકામાં 11 અને ધોરાજી નગરપાલિકામાં 4 એમ કુલ 23 મહેકમ ખાલી પડેલી હોવાથી માનદ સેવકોની ભરતી આગામી એપ્રિલમાં કરાશે. ઉમેદવારોએ 30 માર્ચ સુધીમાં પોતાની અરજી ગોમટા ટ્રાફિક પોલીસ મથક ખાતે જમા કરાવવાની રહેશે.જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટગ્રામ્ય દ્વારા સંચાલિત આ ભરતીમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટેની લાયકાતમાં ઉંમર 18થી 35 વર્ષ, ધોરણ 10 પાસ, પુરુષ ઉમેદવાર માટે ઉંચાઇ 5 ફુટ 6 ઇંચ, મહિલા ઉમેદવાર માટે ઉંચાઇ 5ફુટ તેમજ પુરૂષ ઉમેદવાર માટે દોડ 4 મીનીટમાં 800 મીટર અને મહિલા ઉમેદવાર માટે દોડ 2.5મીનીટમાં 400 મીટર પૂર્ણ કરવાની રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ