રાજકોટ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે દિવાળીના તહેવાર નિમિતે કુલ ૫૭ હજાર ૭૮૩ અને રામવન ખાતે ૬ હજાર ૩૩૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે વિવિધ ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૦ વન્યપ્રાણી-પક્ષીઓ છે. જેમાં એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, વિવિધ પ્રજાતિઓનાં હરણ તથા વન્યપ્રાણી-૫ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. ઉપરાંત પ્રાણી સંગ્રહાલય ખાતે ૧૧ માસના ૨ સફેદ વાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Site Admin | નવેમ્બર 5, 2024 7:41 પી એમ(PM)
રાજકોટ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે દિવાળીના તહેવાર નિમિતે કુલ ૫૭ હજાર ૭૮૩ અને રામવન ખાતે ૬ હજાર ૩૩૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી
