રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે. ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે ચર્ચા ચાલી રહી છે અને મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. જો કે તેમણે આ દરખાસ્ત યુક્રેનનાં લશ્કર માટે કામચલાઉ રીતે લાભકર્તા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકાના અધિકારીઓ રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત યુધ્ધવિરામ પર ચર્ચા કરવા હાલ મોસ્કોમાં છે. વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફ 30 દિવસના યુધ્ધવિરામ પર ચર્ચા કરવા ગઈ કાલે આવી પહોંચ્યા હતા. આ સપ્તાહના પ્રારંભમાં યુક્રેન યુધ્ધવિરામ માટે સંમત થયું હતું.
Site Admin | માર્ચ 14, 2025 9:15 એ એમ (AM)
રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે
