યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે. જર્મનીના સંભવિત આગામી ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને શિખર સંમેલનના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ બ્રસેલ્સમાં યુરોપની સુરક્ષાને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. યુરોપિયન પોલિસી સેન્ટરે કહ્યું છે કે અમેરિકા નીતિમાં ફેરફાર બાદ યુરોપે પોતાનું સંરક્ષણ જાતે જ સંભાળવું જોઈએ.
અમેરિકાએ યુક્રેન સાથે ગુપ્ત માહિતી શેર કરવાનું બંધ કરી દીધું છે. સીઆઈએના નિર્દેશક, જોન રેટક્લિફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, માઈકલ વોલ્ટ્ઝે, ગુપ્તચર સહાય પર પ્રતિબંધની પુષ્ટિ કરી અને કહ્યું કે જો યુક્રેન વાટાઘાટો કરવા સંમત થાય તો પ્રતિબંધ હટાવી શકાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય સ્થગિત કરી દીધી છે. વ્હાઇટ હાઉસમાં તેમની અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે થયેલી શાબ્દિક તકરારના થોડા દિવસો બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 6, 2025 8:00 પી એમ(PM)
યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે.
