નવેમ્બર 4, 2024 7:38 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજે 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજે 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યું હતું. મંદિરમાં મહારૂદ્રી યજ્ઞ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુંછળી ખાતે પણ રામેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ જૂનું છે, જેનું પુનઃનિર્માણ કરી આજે પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે. આપણા વારસા અને સંસ્કૃતિને જાળવીને વિકાસ કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

શ્રી પટેલે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા ધન્વંતરિ ઔષધિવન, બિલિવન અને નક્ષત્ર વનની પણ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રી રામેશ્વર મહાદેવની દ્રષ્ટિ સન્મુખ પરિસરમાં પૂર્વ દિશામાં નક્ષત્ર વનનું નિર્માણ કરાયું છે. જ્યારે ધન્વંતરિ ઔષધિવનમાં દુર્લભ અને પ્રચલિત 108 જેટલી ઔષધીઓનો ઉછેર કરાયો છે.