ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2025 7:08 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વંચિત લોકોને સરકારની જન કલ્યાણની યોજનાઓના લાભ પહોંચાડવાની સરકારની સામાજિક ફરજ છે.
આજે ગાંધીનગરમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા જણાવ્યું કે સરકાર લાભાર્થીઓના ઘરે સામે ચાલીને જાય છે અને તેમને મળવાપાત્ર સામાજિક- આર્થિક સુરક્ષા યોજનાઓના લાભ પહોંચાડે છે.
નાગરિકોના સુરક્ષિત અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે આજે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનાં લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલું દેશવ્યાપી અભિયાન ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પુખ્ત વયના લોકો માટે જન ધન ખાતા ખોલવવા, હાલના જન ધન ખાતાઓ માટે ફરીથી KYC પૂર્ણ કરવું અને ડિજિટલ છેતરપિંડી અટકાવવા જેવા વિષયો ને આવરી લેવાશે.
નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજને કહ્યું કે, રાજ્યમાં ૧.૯૩ કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને 1.92 કરોડ લોકોએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનો લાભ લીધો છે. આ પ્રસંગે નાણા મંત્રી કનુ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ