મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર ધરોઈ બંધ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો. તેમણે એડવેન્ચર ઝોનનું પણ ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે શ્રી પટેલે સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. તેમણે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લીધી. 45 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટમાં પાવર બોટ,પેરાસેઇલિંગ, રોક ક્લાઈમિંગ, બોલ્ડરિંગ, એડવેન્ચર એક્ટિવિટીઝ આકર્ષણ જમાવશે.
Site Admin | મે 23, 2025 3:06 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ બંધ ખાતે રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો.
