રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓ વિવિધ લોકાર્પણ અને ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેઓ અબડાસાના જખૌ ખાતે સંત ઓધવરામજી મંદિરના દર્શન કરશે.ત્યારબાદ મુખ્યમંત્રી જખૌ ઓધવધામ ખાતે નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
મુખ્ય મંત્રીના હસ્તે 101 નિરણ કેન્દ્રનો પ્રારંભ થશે તથા 42 કન્યાઓને મુખ્યમંત્રીના હસ્તે કન્યાદાન કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 29, 2025 9:54 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 101 નિરણ કેન્દ્રોનો આરંભ કરાવીને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
